top of page
background.png

તમે પણ બની શકો વીમા એજન્ટ!

વીમા એજન્ટ તરીકેની કારકિર્દી એક ગૌરવભરી કારકિર્દી છે.

એમાં પણ LIC સાથે જોડાઈને તમે તમારા પોતાના માટે, પરિવાર માટે તથા અન્ય અનેક લોકો માટે બહેતર ભવિષ્યનું નિર્માણ કરી શકો છો.

વીમા કાર્ય કરવા માટે જરૂરી સ્ટેપ્સ

LIC તેના ડેવલપમેન્ટ ઓફિસર્સ દ્વારા એજન્ટની નિમણૂક કરે છે. એજન્સીની કાર્યવાહી અને આવકના લાભો સમજવા માટે સમય આપશો. તમે નક્કી કરી શકો છો કે શું તમે તમારી હાલની આવક સાથે વધારાની આવક મેળવી શકો છો. 

વધુ માહિતી માટે કોલ કે વોટ્સએપ કરો!

આપ એક ફોર્મ ભરીને આપની વિગતો મોકલી શકો છો

01

એપ્લિકેશન

વીમા એજન્ટ બનવા

માટેનું એપ્લિકેશન ફોર્મ LICની વેબસાઇટ અથવા સ્થાનિક બ્રાંચમાંથી મળી

શકે છે.

તમે કર્મ પરિવારનો સંપર્ક કરીને પણ આ ફોર્મ મેળવી શકો છો.

02

ઇન્ટરવ્યૂ 

વીમા એજન્ટ બનવા માટેની તમારી એપ્લિકેશન સ્વીકારવામાં આવે તો તમને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવે છે.

એ મુજબ LICના ઉચ્ચ અધિકારી તમારો ઇન્ટરવ્યૂ લેશે. 

03

ટ્રેનિંગ

તમને વીમા એજન્ટ તરીકે સ્વીકારવામાં આવે એ પછી તમને તાલીમ આપવામાં આવે છે. તેમાં જીવન વીમાનાં બધાં પાસાં, LICની વિવિધ યોજનાઓ, સંપર્કની કુશળતા તથા ગ્રાહક સેવાની સઘન તાલીમ આપવામાં આવે છે. 

04

એક્ઝામ

આ તાલીમ પૂરી થયા પછી તમારે વીમા એજન્ટની પરીક્ષા પાસ કરવાની હોય છે.

તે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા યોજવામાં આવે છે. તેમાં પાસ થતાં તમે વીમા એજન્ટ બની શકો.

વીમા એજન્ટની પરીક્ષા પાસ કર્યા પછી તમને વીમા એજન્ટ તરીકેનું લાયસન્સ મળે છે.

હવે તમે વીમા યોજનાઓનું વેચાણ કરીને તેજસ્વી કારકિર્દી ઘડવા માટે તૈયાર છો.

તમારે વીમા એજન્ટ શા માટે બનવું જોઈએ?

Life insurance-7.jpg

વીમા એજન્ટ કોણ બની શકે?

વીમા એજન્ટમાં કેવી આવડત હોવી જોઇએ?

વાતચીતની સારી કુશળતા

વીમો એ લોકોને રૂબરૂ મળીને તેના ફાયદા સમજાવીને વેચાણ કરાતી વસ્તુ છે. આથી વીમા એજન્ટમાં સારી અને સ્પષ્ટ રીતે વાતચીત કરવાની કળા હોવી જોઇએ.

વેચાણની સારી આવડત

વીમા એજન્ટમાં વેચાણની સારી આવડત હોવી જોઇએ. તેમણે નવા નવા લોકોનો સંપર્ક કરીને વધુ ને વધુ પ્રમાણમાં વીમા યોજનાઓ વેચવાની હોય છે. 

ગ્રાહક સેવાની આવડત

કંપની અને વીમાધારક વચ્ચેનો વિશ્વાસનો સંબંધ  ગાઢ બનાવવા માટે વીમા એજન્ટે વીમાધારકની જરૂરિયાતો સમજીને તેમને મદદ માટે તૈયાર રહેવું જરૂરી છે.

પ્રમાણિકતા

કોઈ પણ નોકરી કે વ્યવસાયની જેમ

LICના એજન્ટ તરીકે તમારે વીમા ધારક સાથેના વ્યવહારમાં પ્રમાણિકતા  જાળવવી અનિવાર્ય છે. 

વીમા એજન્ટ તરીકે તમારી ભૂમિકા શી હશે?

સામાન્ય છાપ એવી હોય છે કે વીમા એજન્ટનું કામ વીમા યોજનાનું વેચાણ કરવાનું છે. પરંતુ તમારી ભૂમિકા આટલી મર્યાદિત નથી.

વીમા એજન્ટ તરીકે તમે લોકોના જીવનમાં બહુ મહત્ત્વની ભૂમિકા નિભાવશો. 

આમ વીમા એજન્ટ તરીકે તમે ભારતભરમાં આર્થિક બાબતો વિશેની સમજ અને જાગૃતિ કેળવવાની મહત્ત્વની ભૂમિકા નિભાવશો. એ સાથે અનેક લોકોની આર્થિક જરૂરિયાતો સંતોષવામાં તમે નિમિત્ત બનશો!

તમે સફળ વીમા એજન્ટ કેવી રીતે બની શકો?

વીમા એજન્ટ તરીકે સફળ થવા માટે નીચેનાં સૂચનો તમને ઉપયોગી થશે.

Networking.png
નેટવર્કિંગ

તમારા વર્તુળમાં વધુ ને વધુ લોકોને મળતા રહો. જેટલા વધુ લોકોને મળશો એટલા પ્રમાણમાં વધુ લીડ્ઝ મળશે અને તમે વધુ પોલિસીનું વેચાણ કરી શકશો.

Seminar.png
સેમિનાર

વીમા સંબંધિત વિવિધ ઇવેન્ટ/સેમિનાર વારંવાર યોજાય છે. તેમાં ભાગ લેવાથી નવા પ્રવાહો તમે જાણી શકશો અને વધુ પ્રમાણમાં લોકોને મળી શકશો. 

Social Media.png
સોશિયલ મીડિયા 

નવા સમય મુજબ તમે ફેસબુક, લિંક્ડઇન, વોટ્સએપ વગેરે પ્લેટફોર્મની મદદથી વધુ ને વધુ પ્રમાણમાં લોકોના જીવન સંપર્કમાં રહી શકો છો.

Customer service.png
ગ્રાહક સેવા

વીમા એજન્ટ તરીકે સફળ થવા માટે લોકો સાથે સંબંધ કેળવીને તેમનો વિશ્વાસ જીતવો જરૂરી છે. એ માટે તેમને હંમેશાં સર્વશ્રેષ્ઠ સેવા આપો.

LICના વીમા એજન્ટ બનવા માટે કર્મ પરિવારમાં જોડાઓ!

bottom of page