top of page
background.png

આવો LIC વિશે જાણીએ!

‘‘જીવન કે સાથ ભી, જીવન કે બાદ ભી’’ આ સૂત્ર સાથે આપણે સૌ LICને જાણીએ છીએ. ભારતના કરોડો પરિવારની આર્થિક સલામતી આ કંપની સાથે જોડાયેલી છે.

 

તમે આવી ગૌરવભરી કંપનીમાં એજન્ટ તરીકે જોડાઈ શકો છો.

LICના એજન્ટ તરીકે તમને મળશે...

Samruddhi.png

સમૃદ્ધિ

Svatantrata.png

સ્વતંત્રતા

Sanman.png

સન્માન

Santosh.png

સંતોષ

General Image-A.jpg

LIC એટલે

આખા ભારતનો ભરોસો!

લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (LIC) એટલે કે જીવન વીમા નિગમ ભારતની એક જાહેર ક્ષેત્રની વીમા કંપની છે. તેનું હેડ ક્વાર્ટર મુંબઈ, ભારતમાં છે.


LIC ભારતની સૌથી મોટી વીમા કંપની છે અને શેરબજારમાં સૌથી વધુ રોકાણ કરતી ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર કંપની છે.


LICની સ્થાપના ૧૯૫૬માં ભારત સરકાર દ્વારા કરવામાં આવી અને ૧૯૭૨માં તેનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું.

 

LIC અનેક પ્રકારની વીમા યોજનાઓ ઓફર કરે છે. LIC વિવિધ પ્રકારના પેન્શન પ્લાન પણ ઓફર કરે છે. 
 

આર્થિક સદ્ધરતા અને સ્થિરતા તથા વીમા ધારકો પ્રત્યેની પ્રતિબદ્ધતાને કારણે LIC ભારતમાં અત્યંત વિશ્વસનીય કંપની છે. 

LIC વીમા એજન્ટની નિમણૂક કેમ કરે છે?

LIC સમગ્ર ભારતમાં અત્યંત વિશાળ સંખ્યામાં એજન્ટ્સનું નેટવર્ક ધરાવે છે. આવું નેટવર્ક બનાવવાનાં કેટલાંક સ્પષ્ટ કારણો છે. જેમ કે...

વધુ લોકો સુધી
પહોંચવા માટે

LIC કંપની આખા ભારતમાં અત્યંત વિશાળ ગ્રાહક વર્ગ ધરાવે છે. કંપની તેના સ્ટાફ દ્વારા તમામ લોકોનો સીધો સંપર્ક કરી શકે નહીં વીમા એજન્ટ કંપની અને લોકો વચ્ચેની કડી બને છે.

Answer the questions.png
વ્યક્તિગત સેવાઓ
પૂરી પાડવા માટે

વીમા એજન્ટ લોકોને મળીને તેમની જરૂરિયાત સમજી શકે છે અને એ મુજબ તેમને પ્લાન ઓફર કરી શકે છે. વીમા એજન્ટ લોકોને મળીને તેમને મૂંઝવતા સવાલોના જવાબ આપી શકે છે. 

close relationship.png
લોકો સાથે ગાઢ સંબંધ
કેળવવા માટે

વીમા એજન્ટ પોતાના ગ્રાહકોના સીધા સંપર્કમાં હોવાથી તેમની સાથે વિશ્વાસનો સંબંધ કેળવી શકે છે. આ રીતે કંપનીના સંપર્કો વધવાથી તેને વધુ લોકો તરફથી બિઝનેસ મળે છે.

increase sales.png
પોલિસીનું વેચાણ
વધારવા માટે

વીમા એજન્ટ LIC કંપનીની પોલિસીઓનું વેચાણ વધારવામાં બહુ મોટો ભાગ ભજવે છે. તેઓ વીમાની જરૂરિયાત ધરાવતા લોકોને શોધે છે અને તેમને LIC સાથે જોડે છે. 

તમે પણ બની શકો LICના વીમા એજન્ટ!

bottom of page